હાલોલ: જ્યોતિ સર્કલ પાસે ટ્રકની અડફેટે એક બાઇક આવી જતા સર્જાયો ગંભીર અક્સ્માત,બાઇક પર સવાર બે લોકો થયા ઇજાગ્રસ્ત
હાલોલના જ્યોતિ સર્કલ પાસે તા.31 માર્ચ મંગળવારના રોજ સાજના સુમારે ટ્રકની અડફેટે એક બાઇક ચાલક આવી જતા બાઇક ચાલક અને સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી હતી.હાલોલ ના વોલ્ટર ટ્રાન્સફોર્મર ખાતે સામાન ખાલી કરવા આવેલું ટ્રક બોડેલી તરફ જઈ રહ્યું હતું તે દરમ્યાન જ્યોતિ સર્કલ પાસે બાઇક ટ્રકની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો થયો. બંને ઇજાગ્રસ્તો ને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.