માંડવી: માંડવી ની હીર ભાનુશાલી રાજ્યકક્ષા ની ચેસ સ્પર્ધામાં માટે પસંદગી
Mandvi, Kutch | Jul 21, 2026 ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા અંજારની સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે યોજાયેલી કચ્છ જિલ્લા કક્ષાની અંડર-14 ચેસ સ્પર્ધામાં કુલ 50 ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં મુન્દ્રાની યશ્વી શાહે પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે માંડવીની હીર વિજય ભાનુશાલીએ દ્વિતીય ક્રમ હાંસલ કરી રાજ્યકક્ષા માટે પોતાની પસંદગી નિશ્ચિત કરી હતી. હીર ભાનુશાલીને કોચ રંજનબેન ગણાત્રાનું માર્ગદર્શન મળ્યું હતું.