દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ખાતે નિયામકના અધ્યક્ષસ્થાને ઝાલોદ અને ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના સરપંચો, તલાટીઓ તેમજ સંબંધિત સ્ટાફ માટે સામૂહિક શૌચાલયના બાંધકામ અંગે સમજણ આપવા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આ તાલીમનો મુખ્ય હેતુ સામૂહિક શૌચાલયના બાંધકામ અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન બંને તાલુકાના સરપંચો, તલાટીઓ અને સ્ટાફને સામૂહિક શૌચાલયના બાંધકામ સંબંધિત કામગીરી અંગે સમજણ આપવામાં આવી હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા અને સામૂહિક શૌચાલયના બાંધકામની કામગીરીને યોગ્ય રીતે આગળ વધારવા માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.