શહેરા: શહેરા નગરના પરવડી વિસ્તારમાં કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતાં સ્થાનિકો પરેશાન
શહેરા નગરના પરવડી વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતાં દુકાનદારો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ગટર લાઈન સંપૂર્ણ ચોકઅપ થઈ જવાના કારણે ઉભરાતી ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર રેલાઈ રહ્યું છે. ગટરના પાણીની અસહ્ય દુર્ગંધના કારણે વેપારીઓને આખો દિવસ દુકાનો પર બેસવું મુશ્કેલ બન્યું છે. ગટર ઉભરાતી હોવા છતાં પાલિકા દ્વારા તેની સાફ-સફાઈ કરવામાં આવતી ન હોવાની સાથે નિયમિત સાફ-સફાઈ ન