હાલોલ: હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી,વિધાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે તા.2 એપ્રિલ ગુરુવારના રોજ સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિરમાં સરસ્વતી સાધના નામે વાર્ષિક ઉત્સવ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું.આ વાર્ષિક ઉત્સવમાં શાળાના પ્રમુખ, તમામ ટ્રસ્ટી કાર્યક્રમમાં હાજરી આપી સૌપ્રથમ દ્વીપ પ્રગટાવી કાર્યક્રમનો આરંભ કર્યો હતો જ્યારે આવેલ મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે વિધાર્થીઓ ધ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા