શહેરા: શહેરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં દસમી મોહરમ આશુરાના દિવસે મોહરમ પર્વની ભાઈચારાભેર અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ કદના આકર્ષક તાજીયા તૈયાર કરી હુસેની ચોક ખાતે લાવવામાં આવ્યા હતા,જ્યાં હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિધિવત સ્થાપના બાદ બપોરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભવ્ય જુલુસનો પ્રારંભ થયો હતો,જેમાં "યા હુસેન" ના નારા અને ઢોલ-ત્રાંસાના તાલે નીકળેલા જુલુસમાં યુવાનોએ વિવિધ કરતબો રજૂ કર્યા હતા.