હાલોલ: હાલોલના ગોપીપુરા રોડ પર બ્રિજના કામ દરમિયાન ચાલુ વીજ લાઈન અડી જતાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝયો
હાલોલના ગોપીપુરા રોડ પર ચાલી રહેલા બ્રિજના કામ દરમિયાન હાઈટેન્શન વીજ વાયર મશીનરીને અડી જતાં એક વ્યક્તિ વીજ કરંટની ઝપેટમાં આવી ગયો છે અને ગંભીર રીતે દાઝી ગયો છે.દાઝેલા ઈસમને સારવાર અર્થે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.