આણંદ: બાકરોલથી જોડ તરફ જતા માર્ગ ઉપર જતા ખુલ્લા કાંસમાં કેમિકલયુક્ત ગંદુ પાણી વહેતું જોવા મળ્યું, અસહ્ય ગંદકીથી રહીશો પરેશાન
Anand, Anand | Apr 12, 2026 આણંદના બાકરોલ થી જોડ તરફ જવાના માર્ગ ઉપર ખંભાત તરફ જતો ખુલ્લો કાંસ આવેલો છે જેમાં છેલ્લા એક દાયકાથી કેમિકલ યુક્ત ગંદુ પાણી બારેમાસ વહેતું જોવા મળે છે જેના કારણે 30થી વધુ સોસાયટીઓમાં 3,000 થી વધુ રહીશો વસવાટ કરે છે કેમિકલ યુક્ત ગંદા પાણીના કારણે ભારે દુર્ગંધ આવે છે તેમ જ મચ્છરો સહિત જીવાતોનો ઉપદ્રવ પણ વધી ગયો હોવાથી સાંજ પડતા લોકો મકાનોમાં ઘૂસી જતા ઊંઘ હરામ થઈ ગઈ છે જેના કારણે મેલેરિયા ડેન્ગ્યુ જેવી બીમારી માથું વારંવાર ઊંચકે છે