ગારિયાધાર: ગારિયાધારમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજન યોજાયું
ગારિયાધારમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજન યોજાયું ગારિયાધાર | દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે ગારિયાધાર તાલુકા મથકે આવેલા હીરબાઈ માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીત-રિવાજ મુજબ શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, સમાજના અગ્રણી આગેવાનો સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવાના હેતુથી યોજાયેલા આ શસ્ત્રપૂજન