ગોધરા: ખડગેના કાર્યક્રમ બાદ રામલીલા મેદાનના 'શુદ્ધિકરણ' સામે કોંગ્રેસનો આક્રોશ: ગોધરા અધિક કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને પાઠવ્યું
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા ગોધરા ખાતે અધિક કલેક્ટર મારફતે ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ઉત્તરાખંડના હલ્દવાની ખાતે યોજાયેલી 'વિજય શંખનાદ રેલી'માં અખિલ ભારતીય કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહ્યા હતા. તેમના પરત ફર્યા બાદ કેટલાક લોકો અને સંગઠનો દ્વારા તે સ્થળનું 'શુદ્ધિકરણ યજ્ઞ' કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજિતસિંહ એસ. ભાટીએ આ ઘટનાને ભેદભાવપૂર્ણ, અસ્