દેત્રોજ રામપુરા: અંજલી સ્વામિનારાયણ મંદિર ચાર રસ્તા પાસે અકસ્માત, એકનું મોત
અંજલી સ્વામિનારાયણ મંદિર ચાર રસ્તા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં એક એસટી બસ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં બાઈક પાછળ બેઠેલી વ્યક્તિ નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.ઘટનાની જાણ થતાં જ પાલડી પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.