ગોધરા: પંચમહાલ: માલુ ગ્રામ પંચાયતમાં વર્ષોથી સતત ST અનામત બેઠક ફાળવાતી હોવાના આક્ષેપ, OBC સમાજમાં નારાજગી
પંચમહાલ: માલુ ગ્રામ પંચાયતમાં વર્ષોથી સતત ST અનામત બેઠક ફાળવાતી હોવાના આક્ષેપ, OBC સમાજમાં નારાજગી; વસ્તીના આંકડા અને રોટેશન નિયમોનો હવાલો આપી કલેક્ટરને આવેદનપત્ર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના માલુ ગામમાં ગ્રામ પંચાયતની આગામી ચૂંટણી પૂર્વે સરપંચ પદની અનામત બેઠક અને વોર્ડ રચનાને લઈને વિવાદ સામે આવ્યો છે. છેલ્લા અનેક વર્ષોથી સતત અનુસૂચિત જનજાતિ એટલે કે ST સમાજ માટે સરપંચ પદની બેઠક અનામત રાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે OBC એટલે કે બક્ષીપંચ સમાજ