શિનોર: સિનોરના દિવેર ગ્રામ પંચાયતની પરવાનગી વગર કાપેલા વધારાના ૦૭ વૃક્ષો પેટે ઈજાદાર પાસે 15 હજાર દંડ પેટે વસૂલ કરાયા
Sinor, Vadodara | Jul 30, 2025 સિનોરના દિવેર ગ્રામ પંચાયતની પરવાનગીથી રોડનાળાના કામમાં નડતરરૂપ 15 જેટલા વૃક્ષો કાપવાની પરવાનગી પેટે 51,000 માં હરાજી સાઘલીના કોન્ટ્રાક્ટરને આપી હતી પરંતુ ઇજાદારે 15 વૃક્ષ સાથે વધારાના સાત વૃક્ષ કાપી નાખતા જાગૃત ગ્રામજનો દ્વારા ઉહાપોહ કરાતા દિવેર ગ્રામ પંચાયતે દંડ પેટે સાત દેસી બાવળના ઝાડની રકમ પેઠે 15,000 નો દંડ વસૂલી bank of baroda માં ચેક થી જમા કરાવ્યા હતા