શિનોર તાલુકાના છાણભોઈ ગામેથી એક સરાહનીય સેવા કાર્યની સમાચાર સામે આવી રહ્યા છે. સાધલી કોલેજના એનએસએસ વિભાગ દ્વારા આયોજિત વાર્ષિક શિબિરના ત્રીજા દિવસે ગામમાં મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું સફળ સંચાલન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડૉ. વિનયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. બોડેલીથી ઉપસ્થિત રહેલા જાણીતા આંખના તબીબ ડૉ. રમેશ કે. પટેલ દ્વારા મોતિયા, ઝામર, વેલ, ફુલ સહિતના વિવિધ આંખના રોગોની મફત તપાસ કરવામાં આવી. આ કેમ્પ