શિનોર તાલુકાના નર્મદા કિનારે આવેલ રાણાવાસ ગામમાં આજે માઁ અંબાના પ્રાગટ્ય દિનની ભવ્ય અને ભક્તિભાવભરી ઉજવણી કરવામાં આવી. પોષી પૂનમના પવિત્ર દિવસે સવારથી જ પ્રસિદ્ધ અંબાજી મંદિરે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર પરિસરને ધજા, પતાકા અને રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવતાં સમગ્ર ગામમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું હતું. રાણાવાસના યુવાનોના સહયોગથી સવારે દસ વાગ્યે માઁ અંબાની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડીજે પર માઁ અ