રાપર: મોટી હમીરપર ગામે રહેણાંક મકાન પર પોલીસનો દરોડો: ૪૨ હજારથી વધુનો વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપાયો
Rapar, Kutch | Apr 19, 2026 મોટી હમીરપર ગામમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રહેણાંક મકાનમાં વેચાણ અર્થે રાખવામાં આવેલી દારૂની બોટલો, ક્વાર્ટર અને બિયરના ટીન સહિત કુલ ₹૪૨,૩૯૦નો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.