રાપર: ગાગોદર-મેવાસા વચ્ચે હાઈવેના ખાડામાં કાર ખાબકી: ત્રણનો આબાદ બચાવ
Rapar, Kutch | Apr 11, 2026 રાપરના માખેલથી ગાગોદર તરફ જઈ રહેલી અલ્ટો કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અતિશય ગતિના કારણે કાર રોડના કામ માટે ખોદવામાં આવેલા મોટા ખાડામાં સીધી ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ પૈકી બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તોને સારવાર માટે ગાગોદર PHC ખાતે ખસેડ્યા હતા. હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટે RPV ટીમ દ્વારા હિટાચી મશીનની મદદથી ખાડામાં ફસાયેલી કારને બહાર કાઢવામાં આવી હતી.