અબડાસા: ભવાનીપર પાસે કારની ટક્કરે વૃદ્ધનું મોત
Abdasa, Kutch | Apr 2, 2026 ભવાનીપર પાસે કારની ટક્કરે વૃદ્ધનું મોત અબડાસા તાલુકાના ભવાનીપર પાસે વાડીએથી ગામ તરફ બાઈક લઈને જઈ રહેલા ૬૫ વર્ષીય વૃદ્ધ પરસોત્તમ સામજી ભાનુશાલીને અર્ટિગા કારે ટક્કર મારી હતી. અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.