આણંદ શહેર: વિદ્યાનગર રોડ ઉપર વગર પરવાનગી એ ધમધમતા પ્રતિભા એકેડમીને મનપા દ્વારા સીલ મારી એક લાખનો દંડ ફટકાર્યો
વગર પરવાનગીએ ધમધમતા વ્યવસાયિક એકેડેમી ને સીલ કરી ₹૧લાખનો દંડ ફટકારતી મનપા, વિદ્યાનગર વિસ્તારમાં આવેલ રહેણાંક વિસ્તારમાં આવિષ્કાર કોમ્પલેક્ષ માં કોઇપણ જાતની મનપા ની પૂર્વ મંજૂરી વગર વ્યાપારી ધોરણે ધમધમતા યોગ, સ્વિમિંગ, ડાન્સ જેવા શિક્ષણ આપતી પ્રતિભા એકેડેમી ને આજે કરમસદ આણંદ મનપા ના એસ્ટેટ વિભાગ ના અધિકારી પરેશ મિસ્ત્રી સહિત ટીમ દ્વારા સીલ મારી ₹૧લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો