ગારિયાધાર: ગારિયાધારમાં 21 પરિવારોને રહેણાંકી પ્લોટોની ફાળવણી કરાઈ
ગારિયાધારમાં 21 પરિવારોને રહેણાંકી પ્લોટોની ફાળવણી કરાઈ મારવાડી (ચુનારા) સમાજના પરિવારોને પ્લોટની સનદ મળી ગારિયાધાર નગરપાલિકા વિસ્તારમાં પટેલ વાડી સામે ગોંદરા તરીકે ઓળખાતા વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા મારવાડી (ચુનારા) સમાજનાં 21 ઘરવિહોણા પરિવારો માટે આખરે આશાનું કિરણ જાગ્યું છે. વર્ષ 1996માં હટાવાયા બાદ રહેણાકના પ્લોટ મેળવવા માટે વિવિધ સરકારી કચેરીઓમાં રજૂઆતો કરતા પરિવારોને હવે પ્લોટની સનદો મળી છે. ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીના પ્રયાસો અને વહીવટી