રાપર: રાપરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડીયાનો વિદાય સમારંભ યોજાયો: ભાવભીનું સન્માન
Rapar, Kutch | Apr 2, 2026 રાપરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડીયાની જૂનાગઢ વિભાગમાં બદલી થતા, રાપર પોલીસ સ્ટેશન ખાતે તેમનો ભવ્ય વિદાય અને સન્માન સમારંભ ગતરોજ યોજાયો હતો.આ પ્રસંગે પોલીસ સ્ટાફ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.વિદાય સમારંભ દરમિયાન PSI પી.એલ. ફણેજા, એચ.વી. કાતરીયા તથા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા જે.બી. બુબડીયાને મોમેન્ટો અર્પણ કરી તેમના કાર્યકાળને બિરદાવવામાં આવ્યો હતો