હાલોલ: હાલોલમાં FCIના બોગસ ડાયરેક્ટર બની સરકારી નોકરીના નામે લાખોની ઠગાઈ કરનાર કણજરીનો શખ્સ ઝડપાયો
સરકારી નોકરી અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. હાલોલના કણજરી ગામમાં પોતાને FCI (ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ના ડાયરેક્ટર ગણાવી, ONGCમાં નોકરી અપાવવાની લાલચ આપી નિવૃત્ત રેલવે કર્મચારી સાથે લાખોની ઠગાઈ કરનાર આરોપી ભરત કનુભાઈ પરમારને પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે