નખત્રાણા: નાની અરલ ગામે શ્રી ધોરમનાથ દાદાના મંદિરે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કર્યા દર્શન
આજે નખત્રાણા તાલુકાના નાની અરલ ગામ ખાતે આવેલા શ્રી ધોરમનાથ દાદાના પવિત્ર મંદિરે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ દર્શન કરી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે તેમણે શ્રી ધોરમનાથ દાદાના ચરણોમાં વંદન કરી સમગ્ર વિસ્તારના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ રાજ્ય અને વિસ્તારના તમામ નાગરિકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ, ખુશહાલી અને પ્રગતિ સતત બની રહે તે માટે દાદાના આશીર્વાદ માગ્યા હતા.