આણંદ શહેર: સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા રસીકરણ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં ૧૪ વર્ષની કિશોરીઓ માટે HPV રસીકરણની કામગીરી પૂરજોશમાં
સર્વાઈકલ કેન્સરની જીવલેણ બીમારીથી કિશોરીઓને સુરક્ષિત કરવા માટે આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા HPV રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જે અનવ્યે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ વલ્લભ વિદ્યાનગર વિસ્તારમા આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ HPV રસીકરણ અભિયાન હેઠળ હાથ ધરાયેલ કામગીરીની સમીક્ષા કરી સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વલ્લભ વિદ્યાનગર ખાતે 14 વર્ષની દીકરીઓને એચપીવી રસી મુકવામાં આવી હતી.