હાલોલ: હાલોલ વડોદરા હાઈવે રોડ પર ગોઝારો અકસ્માત,ઉભેલી ટ્રકમાં લકઝરી બસ ઘૂસી,NDRF ની મદદ લઈ કટર મશીનથી 5 મુર્તદેહો બહાર કાઢયા
હાલોલ વડોદરા હાઈવે નજીક આવેલ કોટંબી સ્ટેડિયમ પાસે આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં હાલોલથી વડોદરા તરફ આવતા રોડ પર ઉભેલી ટ્રકમાં પૂર ઝડપે આવતી લકઝરી બસ ધડાકાભેર પાછળ ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઘવાતા તમામને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પાંચથી વધુ મુસાફરોના મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.