હાલોલ: હાલોલના ટીંબી ગામ નજીક બે બાઇકો સામસામે ભટકાતા ગંભીર અક્સ્માત,એકનું મોત નિપજ્યું,બે ઘાયલ
હાલોલના ટીંબી ગામ નજીક રાધનપુર જવાના માર્ગ પર બે બાઇકો સામસામે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ છે.જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે.પોલીસે ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી છે અને અકસ્માતના ચોક્કસ કારણોને લઈને વધુ કાર્યવાહી શરૂ કરી છે.