શહેરા: નરસાણા ગામમાં સિંચાઈની સુવિધા ન હોવાથી માઈનોર કેનાલ મેળવવા માટે ગામના આગેવાનો અને ગામલોકોએ ધારાસભ્યને રજૂઆત કરી
શહેરા તાલુકાના નરસાણા ગામે સિંચાઈની કોઈ વ્યવસ્થા ન હોવાથી નરસાણા ગ્રામ પંચાયત અને ગામજનોએ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને લેખિત રજૂઆત કરી માઈનોર કેનાલનું પાંખીયું મેળવવા માટે રજૂઆત કરી છે. ગ્રામજનોએ ધારાસભ્યને આપેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે નરસાણા ગામમાં સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી. આજુબાજુના ગામોમાં પાણીની સુવિધા થઈ ગઈ છે,પરંતુ નરસાણા ગામ વંચિત રહી ગયું છે. ગ્રામજનોએ માંગ કરી છે કે કવાલી ગામેથી જે કેનાલનું પાખીયું પસાર થાય છે તેમાંથી નરસાણ