હાલોલ: હાલોલના રામેશરા ગામમાં અજાણ્યા યુવકોનો આતંક,મોડી રાત્રે 15 થી વધુ યુવકો બાઈકો અને દંડા લઈ બજારમાં ઘૂસ્યા.
હાલોલના રામેશરા ગામમાં તા.23 જૂન મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. ગામના શાંત માહોલને ડહોળવાનો પ્રયાસ કરતી એક અજાણ્યા યુવકોની 'બાઈક ગેંગ'નો આતંક સામે આવ્યો છે. હાથમાં દંડા લઈને આવેલા 15થી વધુ અજાણ્યા યુવકોએ રામેશરા ગામના બજારમાં ભારે બૂમાબૂમ કરી આતંક મચાવ્યો હતો