શહેરા: શહેરાના ભુરખલ,લીંબોદ્રા અને જૂની વાડી ગામે ચૂંટણી પ્રચાર અર્થે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ગામલોકો સાથે બેઠક યોજી
આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચુંટણી ને લઈ આજે શહેરા તાલુકાના ભુરખલ, જૂની વાડી અને લીંબોદ્રા ગામે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે સ્થાનિક લોકો સાથે બેઠક યોજી હતી,આ બેઠકમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી.