હાલોલ: હાલોલમાં સૌભાગ્યવતી બહેનોએ વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી,પોતાના પતીઓના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી
વટસાવિત્રી વ્રત જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે.હિંદુ પંચાંગ પ્રમાણે વટ સાવિત્રી વ્રત વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે.જેને લઇ હાલોલ નગરમાં પણ આજે સોમવારના રોજ સૌભાગ્યવતી બહેનોએ સોળે શણગાર સજીને શિવ મંદિરોમાં તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોઉચ્ચાર વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી.જેમાં વ્રતધારી બહેનો અબીલ- ગલાલ,કંકુ-ચોખા અને ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કરી પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી