કેશોદ શહેરના સોની બજારમાં આવેલ રાધિકા જવેલર્સના નવા સોપાનનું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ શુભ અવસરે ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેત્રી મોના થીબા ખાસ કેશોદની મુલાકાતે આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન મોના થીબાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના વિકાસ, વધતી લોકપ્રિયતા અને યુવા પ્રતિભાઓ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાતી ફિલ્મો દર્શકોમાં વિશેષ સ્વીકાર મેળવી રહી છે અને ઉદ્યોગ સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે.