સુરતથી વલસાડ LCBએ ૪ વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશનના આરોપીને ઝડપી પાડ્યો
વલસાડ જીલ્લાના નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા (IPS) દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચના અન્વયે વલસાડ LCBના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.યુ.રોઝના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ વોન્ટેડ આરોપીઓને શોધવા માટે કાર્યરત હતી.
આ દરમિયાન વલસાડ LCBના અ.પો.કો. વિવેક ઘનશ્યામભાઈને એક ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે સુરત ખાતેથી છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા એક પ્રોહિબિશનના આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
ઝડપાયેલા આરોપીની વિગત: નામ: માનસિંગ ઉર્ફે ચંદન S/O જ્ઞાનસિંગ પ્રતાપબહાદુરસિંગ ચૌહાણ (ઉંમર વર્ષ: ૩૬)
હાલનું સરનામું: શ્રીજી એન્ટરપ્રાઈઝ, થર્ડ ફ્લોર, દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, અમૃત ઉદ્યોગનગરની પાસે, ડાયમંડનગર, કામરેજ, સુરત.
મૂળ
Valsad, Valsad | Jun 20, 2026