કાલોલ: તાલુકામાં સાંજે લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ
કાલોલ તાલુકામાં સાંજે લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો, ખેતીના પાકને નવજીવન મળવાની આશા વ્યક્ત કરી છે.વરસાદ વરસતાં ખેડૂતોને ખેતીના પાકને નવજીવન મળવાની આશા જાગી છે. ખાસ કરીને વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. વરસાદના આગમનથી સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઈ છે.