સુરતમાં લાંબા સમયથી પીળું અને દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદોથી લોકો પરેશાન છે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરોએ પણ શુદ્ધ પાણીની સમસ્યા ઉઠાવી હતી. જોકે, ભાજપ કોર્પોરેટર ઉર્વશી પટેલે ગંદા પાણી પાછળ અલ નીનોની અસર જવાબદાર હોવાનો તર્ક રજૂ કર્યો હોવાના અહેવાલ છે. ગંદા પાણીની સમસ્યા સ્વીકારવા છતાં તે માનવસર્જિત નથી એવો બચાવ કરવામાં આવતાં ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ, દૂષિત પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરીને પાણી વિતરણ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવાયા છે. હવે સવાલ એ છે કે સુરતીઓને શુદ્ધ પાણી ક્યારે મળશે અને મહાનગરપાલિકા સમસ્યાનો ઉકેલ ક્યારે લાવશે?
#suratnews #urvashipatel #contaminatedwater #suratmunicipalcorporation #humdekhengenews