શહેરા: શહેરા નગરપાલિકામાં પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિત તમામ હોદ્દેદારો સર્વાનુમતે બિનહરીફ ચૂંટાયા હતા
શહેરા નગરપાલિકામાં ચૂંટણી અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગરની અધ્યક્ષતામાં અને ચીફ ઓફિસર તેજલ મૂંધવા, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ તેમજ પાલિકાના સભ્યોની ખાસ ઉપસ્થિતિમાં નવી બોડીની રચના માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી,જેમાં પ્રમુખ પદે શીતલબેન પરમાર,ઉપપ્રમુખ પદે હિંમતસિંહ પગી,કારોબારી અધ્યક્ષ તરીકે જેકી મુલચંદાણી,પક્ષના નેતા તરીકે મહેન્દ્ર પગી અને દંડક તરીકે બિનહરીફ થયા