નખત્રાણા: નખત્રાણા તાલુકાના કોટડા (જ.)માં રવિવારની સવારથી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ
નખત્રાણા તાલુકાના કોટડા (જ.)માં રવિવારની સવારથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ નખત્રાણા તાલુકાના કોટડા (જ.) ગામમાં રવિવારની સવારથી જિલ્લા તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જાહેર માર્ગો અને સરકારી જગ્યાઓ પર થયેલા ગેરકાયદે પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા જેસીબી સહિતના સાધનોની મદદથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી પોલીસ તૈનાત કરવામાં આવી છે.