ધોલેરા એક્સપ્રેસ વે પર આજે તા. 9 એપ્રિલના રોજ સિમેન્ટ ભરેલી ટેન્કર ટ્રક અચાનક પલટી જતા ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિકને ફરી સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.