કાલોલ: બાકરોલ ગામેથી 11થી 12 ફૂટ લાંબા મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું
કાલોલ તાલુકાના બાકરોલ ગામની સીમમાં ખેતર નજીક રવિવારે સાંજે મહાકાય અજગર દેખાતા સ્થાનિકોમાં અફરાતફરી મચી હતી.વિશાળ કદના અજગરને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ અંગે વન વિભાગના RFO દિનેશભાઈ ભાભોર અને અશોકભાઈને જાણ કરી, તેમના માર્ગદર્શન અને સૂચના મુજબ અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.રેસ્ક્યુ બાદ અજગરને માનવ વસવાટથી દૂર તેના કુદરતી વાતાવરણને અનુરૂપ સુરક્ષિત સ્થળે લઈ જઈ મુક્ત કરવામાં આવ્યો હતો.