પાલીતાણા: ગણેશનગર ખાતે ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ દ્વારા સંવિધાન વિહાર લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું
પાલીતાણાના ગણેશનગર ખાતે ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ દ્વારા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની ગ્રાન્ટથી ‘સંવિધાન વિહાર લાઇબ્રેરી’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે રક્તદાન કેમ્પ અને ભીમ ડાયરા યોજાયા હતા. આધુનિક સુવિધાયુક્ત લાઇબ્રેરી યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ બનશે. કાર્યક્રમમાં વિવિધ સામાજિક-રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.