શહેરા: શહેરાની મારુતિ નંદન સોસાયટીમાં ઉભરાતી ગટરો અને ડ્રેનેજ લાઈનનું દુર્ગંધ મારતું ગંદુ પાણી ફરી વળતું હોવાથી રહીશો પરેશાન
શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ મારુતિ નંદન સોસાયટીમાં ઉભરાતી ગટરોની સમસ્યા સોસાયટીના રહીશો માટે માથાનો દુખાવો સમાન બની છે,કારણ કે અહીં સોસાયટીમાં રસ્તાની વચ્ચોવચ ઉભરાતી ગટરો અને ડ્રેનેજ લાઈનનું દુર્ગંધ મારતું ગંદુ પાણી ફરી વળતું હોય છે,જે પાણીના લીધે સોસાયટીના રહીશો ઘરની બહાર બેસી પણ નથી શકતા.