હાલોલ: હાલોલના સતીતલાવડી ખાતે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી
હાલોલના સતી તળાવડી વિસ્તારમાં 20 વર્ષીય યુવકે તા.2 એપ્રિલ ગુરુવારના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.મળતી માહિતી મુજબ રાજન લાલાભાઈ નાયક નામના 20 વર્ષીય યુવકે ગુરુવારે રાત્રે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.