હાલોલ: હાલોલ કણજરી બાયપાસ બ્રિજ પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત,બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
હાલોલ બાયપાસ રોડ ઉપર કણજરી ઓવર બ્રિજ પાસે તા.22 એપ્રિલ બુધવારના રોજ સાંજના સુમારે એક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બાઇક ચાલક ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ટ્રક સાથે ભટકાતા અકસ્માત બન્યો હતો.આ અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.