કાલોલ: કાલોલ સ્ટેશન રોડ પર મહાકાળી યુવક ગરબામાં અંતિમ દિવસે જામ્યો ભવ્ય ગરબો: 'ઓમ કલાવૃંદ'ના સૂરિલા સૂરે ખેલૈયાઓ ઝૂમ્યા
આસો નવરાત્રિના પવિત્ર મહાઅષ્ટમી અને નવમીના પાવન અવસરે કાલોલના સ્ટેશન રોડ ખાતે આવેલા મહાકાળી યુવક ગરબા મહોત્સવમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. નવરાત્રિના અંતિમ દિવસે યોજાયેલા આ ભવ્ય ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ અને નગરજનોની વિશાળ મેદની માં અંબાની આરાધના માટે ઉમટી પડી હતી. આ વર્ષે ગરબા મહોત્સવનું મુખ્ય આકર્ષણ જાણીતા 'ઓમ કલાવૃંદ' મ્યુઝિક ગ્રુપ રહ્યું હતું. 'ઓમ કલાવૃંદ'ના સૂરીલા સૂર અને ઢોલના તાલના સથવારે એકથી એક ચડિયાતા પ્રા