ગોધરા: ગોધરા સેવા સદનની ચૂંટણી શાખાના કમ્પ્યુટર રૂમમાં પીસીમાંથી નીકળ્યો સાપ; કર્મચારીઓમાં મચી દોડધામ, સાપનું સુરક્ષિત રેસ્ક્યુ
ગોધરા સેવા સદનની ચૂંટણી શાખાના કમ્પ્યુટર રૂમમાં પીસીમાંથી નીકળ્યો સાપ; કર્મચારીઓમાં મચી દોડધામ, સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાના સેવા સદન સંકુલમાં આવેલી ચૂંટણી શાખાના કમ્પ્યુટર રૂમમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક કમ્પ્યુટરના પીસીમાંથી અચાનક સાપ નીકળતા ફરજ પર હાજર કર્મચારીઓમાં ભારે દોડધામ અને ફફડાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક જીવદયા પ્રેમી અને સાપ પકડવામાં નિષ્ણાત વ્યક્તિને બોલાવવામાં આવ