રાપર: ત્રંબો સીમમાંથી ગેરકાયદેસર દેશી તમંચા સાથે રાપર પોલીસે એક શખ્સની ધરપકડ કરી.
Rapar, Kutch | Apr 8, 2026 બાતમીના આધારે ત્રંબો રોડ સીમ વિસ્તારમાંથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું હતું. રાપરના દૂધડેરી વિસ્તારમાં રહેતા લખમણભાઈ પાચાભાઈ કોલી પાસેથી રૂ. ૩,૦૦૦/- ની કિંમતનો ૧ નંગ દેશી હાથ બનાવટનો કટ્ટો (તમંચો) કબ્જે કરાયો હતો..