Noel Tataએ Trent Limited�ના ચેરમેન પદેથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપની ગવર્નન્સ નીતિ મુજબ 70 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેતા તેઓ કંપની સાથેના લગભગ 30 વર્ષના કાર્યકાળને પૂર્ણ કરશે. 1998માં ડિરેક્ટર તરીકે જોડાયેલા નોએલ ટાટાના નેતૃત્વ હેઠળ ટ્રેન્ટ એકમાત્ર વેસ્ટસાઇડ સ્ટોરમાંથી વિકસીને 1,200થી વધુ સ્ટોર્સના વિશાળ નેટવર્ક સુધી પહોંચી છે. કંપનીના વાર્ષિક સામાન્ય સભામાં તેમણે જણાવ્યું કે આ તેમની છેલ્લી AGM હશે.
#tata #trent #agm