જુનાગઢ શહેરમાં ગાયોના ધણ પાછળ સિંહણ દોડી હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગિરનાર દરવાજા નજીક રાધાનગર વિસ્તારની ઘટના છે. મોડી રાત્રે સિંહણ શિકારની શોધમાં આવી ચડી હતી. ગાયો પાછળ સિંહણે દોટ મૂકી હતી.સિંહણના મુખમાંથી શિકાર છૂટ્યો છે.અવારનવાર રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં સિંહો આવી ચડે છે.સિંહના આટાફેરાથી લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.