હાલોલ: હાલોલના ઉદ્યોગનગરની દુકાનમાંથી રાજસ્થાનના યુવકનો લટકતો મૃતદેહ મળ્યો,પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહને પીએમ માટે ખસેડાયો
હાલોલના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી સારા પેલેસ હોટલ નજીકની એક દુકાનમાંથી મૂળ રાજસ્થાનના યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે