વેજલપુર: અમદાવાદમાં તહેવારો ટાણે AMC તંત્ર સજ્જ, મીઠાઈ, ઘી અને પનીરમાં ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગની સઘન તપાસ
અમદાવાદમાં તહેવારો ટાણે AMC એક્શનમાં! મીઠાઈ, ઘી અને પનીરમાં ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગની સઘન તપાસ શરૂ. ઓગસ્ટ દરમિયાન મણિનગર સહિતના વિવિધ વિસ્તારોમાંથી આશરે 500 ખાદ્ય સેમ્પલ લેવાયા. શંકાસ્પદ સેમ્પલની સ્થળ પર રેપિડ ટેસ્ટિંગ બાદ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાઈ રહ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે રિપોર્ટના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.