હાલોલ: હાલોલ ખાતે ભાજપા નગર અને તાલુકા સંગઠનની કાર્યશાળા યોજાઈ,ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે આપ્યું માર્ગદર્શન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ અને અવિરત 12 વર્ષ પૂર્ણ થયા છે, જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સમયમાં અનેકવિધ સંગઠનાત્મક અને જનકલ્યાણના કાર્યક્રમો આયોજિત થનાર છે. આ કાર્યક્રમોના ભવ્ય આયોજનના સંદર્ભમાં આજે બુધવારના રોજ ભાજપા હાલોલ વિધાનસભા કાર્યાલય ખાતે હાલોલ નગર તેમજ હાલોલ તાલુકા ભાજપની એક મહત્વપૂર્ણ કાર્યશાળા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિત યોજાઈ હતી.